SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪ ગુરુદેવશ્રીનાં વચનામૃત આત્મસાક્ષીના પ્રમાણ વડે પ્રમાણ કરજો; કારણ કે આ અનુભવપ્રધાન શાસ્ત્ર છે, તેમાં મારા વર્તતા સ્વઆત્મવૈભવ વડે કહેવાય છે. આમ કહીને છઠ્ઠી ગાથા શરૂ કરતાં આચાર્યભગવાન કહે છે કે, “આત્મદ્રવ્ય અપ્રમત્ત નથી અને પ્રમત્ત નથી એટલે કે એ બે અવસ્થાનો નિષેધ કરતો હું એક જાણનાર અખંડ છું-એ મારી વર્તમાન વર્તતી દશાથી કહું છું”. મુનિપણાની દશા અપ્રમત્ત અને પ્રમત્ત એ બે ભૂમિકામાં હજારો વાર આવ-જા કરે છે, તે ભૂમિકામાં વર્તતા મહામુનિનું આ કથન છે. સમયપ્રાકૃત એટલે સમયસારરૂપી ભેટશું. જેમ રાજાને મળવા ભેટશું આપવું પડે છે તેમ પોતાની પરમ ઉત્કૃષ્ટ આત્મદશાસ્વરૂપ પરમાત્મદશા પ્રગટ કરવા સમયસાર જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રસ્વરૂપ આત્મા તેની પરિણતિરૂપ ભટણું આપ્યું પરમાત્મદશા -સિદ્ધદશાપ્રગટ થાય છે. આ શબ્દબ્રહ્મરૂપ પરમાગમથી દર્શાવેલા એકત્વવિભક્ત આત્માને પ્રમાણ કરજો, હા જ પાડજ, કલ્પના કરશો નહિ. આનું બહુમાન કરનાર પણ મહાભાગ્યશાળી છે. ૩૭. સત્સમાગમે આત્માની ઓળખાણ કરી આત્માનુ Please inform us of any errors on [email protected]
SR No.008242
Book TitleGurudev shreena vchanamrut
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1988
Total Pages205
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size686 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy