________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુદેવશ્રીનાં વચનામૃત
૧૨૧ પશમિકાદિ નિર્મળ ભાવો પ્રગટે છે. તે ભાવો પોતે કાર્યરૂપ છે, ને પરમ પરિણામિક સ્વભાવ કારણરૂપ પરમાત્મા છે. ૨૧૯.
રાગાદિથી ભિન્ન ચિદાનંદસ્વભાવનું ભાન અને અનુભવ થયો ત્યાં ધર્મીને તેની નિઃસંદેહ ખબર પડે છે કે અહો ! આત્માના કોઈ અપૂર્વ આનંદનું મને વેદન થયું, સમ્યગ્દર્શન થયું, આત્મામાંથી મિથ્યાત્વનો નાશ થઈ ગયો. “હું સમકિતી હુઈશ કે મિથ્યાદષ્ટિ?' એવો જેને સંદેહ છે તે નિયમથી મિથ્યાદષ્ટિ છે. ર૨૦.
આત્મા વ્યવહારથી બગડ્યો કહો તો સુધારી શકાય, પણ પરમાર્થ બગડ્યો કહો તો સુધારી શકાય નહિ. વાસ્તવિક રીતે આત્મા બગયો નથી પણ માત્ર વર્તમાન પર્યાયમાં વિકાર થયો છે માટે સુધારી શકાય છે, વિકાર ટાળી શકાય છે. વિકારી પરિણામ બધા કર્માધીન થાય છે તેને પોતાના માને, પોતાનો સ્વભાવ માને, તેનો હું ઉત્પાદક છું તેનો હું કર્તા છું એમ માને તે અજ્ઞાની છે; પણ અવગુણનો હું કર્તા નથી, તે મારું કર્મ નથી, તેનો હું ઉત્પાદક
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com