________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુદેવશ્રીનાં વચનામૃત
સર્વ શુદ્ધભાવોનો નાથ છે-તેનો દિવ્ય મહિમા હૃદયમાં સર્વાધિકપણે અંકિત કરવા યોગ્ય છે. તે નિજ શુદ્ધાત્મદ્રવ્યસામાન્યનો આશ્રય કરવાથી જ અતીન્દ્રિય આનંદમય સ્વાનુભૂતિ પ્રાપ્ત થાય છે. ૨૭૫.
*
હું આત્મા શુદ્ધ છું, અશુદ્ધ છું, બદ્ધ છું, મુક્ત છું, નિત્ય છું, અનિત્ય છું, એક છું, અનેક છું ઇત્યાદિ પ્રકારો વડે જેણે પ્રથમ શ્રુતજ્ઞાન વડે જ્ઞાનસ્વભાવી નિજ આત્માનો નિર્ણય કર્યો છે એવા જીવને, તત્ત્વવિચારના રાગની જે વૃત્તિ ઊઠે છે તે પણ દુઃખદાયક છે, આકુળતારૂપ છે. તેવા અનેક પ્રકારના શ્રુતજ્ઞાનના ભાવને મર્યાદામાં લાવતો, હું આવો છું ને તેવો છું-એવા વિચારને પુરુષાર્થ દ્વારા રોકતો, ૫૨ તરફ વળતા ઉપયોગને સ્વ તરફ ખેંચતો, નયપક્ષના આલંબનથી થતો જે રાગનો વિકલ્પ તેને આત્માના સ્વભાવરસના ભાન દ્વારા ટાળતો, શ્રુતજ્ઞાનને પણ જે આત્મસન્મુખ કરે છે તે, તે વખતે અત્યંત વિકલ્પરહિત થઈને તત્કાળ નિજરસથી પ્રગટ થતા, આદિ-મધ્ય-અંત રહિત આત્માના પરમાનંદસ્વરૂપ અમૃતરસને વેદે છે. ૨૭૬.
*
જીવ પરદ્રવ્યની ક્રિયા તો કરતો નથી, પરંતુ
૧૪૯
Please inform us of any errors on rajesh@AtmaDharma.com