________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૯] અંતમાં, અમને આશા છે કે તત્ત્વરસિક જિજ્ઞાસુ જીવો ગુરુદેવશ્રીની સ્વાનુભવરસભીની જ્ઞાનધારામાંથી પ્રવહેલાં આ શુદ્ધાત્મતત્ત્વસ્પર્શી “વચનામૃત” દ્વારા આત્માર્થને પુષ્ટ કરી, સાધનાની સાચી દિશા પ્રાપ્ત કરી, પોતાના સાધનામાર્ગને ઉજ્વળ તેમ જ સુધાઅંદી બનાવશે. ફાગણ વદ ૧૦, વિ. સં. ૨૦૪૪ પ્રકાશન સમિતિ (પૂ. બહેનશ્રી ચંપાબેનની શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, પ૬મી સમ્યકત્વજયંતી)
સોનગઢ (સૌરાષ્ટ્ર) બીજી આવૃત્તિ પ્રસંગે ગુરુદેવશ્રીનાં વચનામૃત'ની પહેલી આવૃત્તિ ( પ્રત: ૫OOO) માત્ર પંદર દિવસમાં લગભગ ખપી જવાથી, તેની બીજી આવૃત્તિ (૧0000)નું “ઓફસેટ' મુદ્રણમાં તાબડતોબ તૈયાર કરાવીને, પ્રકાશન કરતાં અને અત્યંત આનંદ અનુભવીએ છીએ.
વૈશાખ સુદ ૨, વિ. સં. ૨૦૪૪
પ્રકાશન સમિતિ, [પૂ. કહાનગુરુ-૯૯ મી જન્મ જયંતી] શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌરાષ્ટ્ર)
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com