SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત ૧૨૯ અરે! એક ગામથી બીજે ગામ જવું હોય ત્યારે લોકો રસ્તામાં ખાવા ભાતું ભેગું લઈ જાય છે, તો પછી આ ભવ છોડીને પરલોકમાં જવા માટે આત્માની ઓળખાણનું કાંઈ ભાતું લીધું? આત્મા કાંઈ આ ભવ જેટલો નથી; આ ભવ પૂરો કરીને પછી પણ આત્મા તો અનંત કાળ અવિનાશી રહેવાનો છે; તો તે અનંત કાળ તેને સુખ મળે તે માટે કાંઈ ઉપાય તો કર. આવો મનુષ્ય-અવતાર ને સત્સંગનો આવો અવસર મળવો બહુ મોંઘો છે. આત્માની દરકાર વગર આવો અવસર ચૂકી જઈશ તો ભવભ્રમણનાં દુઃખથી તારો છૂટકારો કયારે થશે? અરે, તું તો ચૈતન્યરાજા! તું પોતે આનંદનો નાથ! ભાઈ, તને આવા દુ:ખ શોભતાં નથી. જેમ અજ્ઞાનથી રાજા પોતાને ભૂલીને ઊકરડામાં આળોટે, તેમ તું તારા ચૈતન્યસ્વરૂપને ભૂલીને રાગના ઊકરડામાં આળોટી રહ્યો છે, પણ એ તારું પદ નથી; તારું પદ તો ચૈતન્યથી શોભતું છે, ચૈતન્યહીરા જડેલું તારું પદ છે, તેમાં રાગ નથી. આવા સ્વરૂપને જાણતાં તને મહા આનંદ થશે. ૨૩૭. યોગીન્દ્રદેવ કહે છે કે અરે જીવ! હવે તારે ક્યાં સુધી સંસારમાં ભટકવું છે? હા તું થાક્યો નથી? Please inform us of any errors on rajesh@ Atma Dharma.com
SR No.008242
Book TitleGurudev shreena vchanamrut
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1988
Total Pages205
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size686 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy