________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૧૬૪ ]
સ્યાદ્વાદ પારાવાર છે, આનંદ અપરંપાર છે; સાચા હૃદયનો સંત છે, ૫૨વા નથી, જયકાર છે. ૧૧. આશા નથી કીર્તિ તણી, અપકીર્તિને ગણતો નથી; લોકો મને એ શું કહે ત્યાં લક્ષને દેતો નથી. ૧૨. વ્યવહારના ભેદો ઘણા ત્યાં કલેશને કરતો નથી; લાગી લગનવા આત્મની, બીજું કશું જોતો નથી. ૧૩. તેં ભાવસંયમ-બોટમાં બેસી પ્રયાણ જ આદર્યું; ભવપથ-ઉદધિ તરવા વિષે તેં લક્ષ અંતરમાં ધર્યું. ૧૪. જે જે ભર્યું તુજ ચિત્તમાં, તે બાહ્યમાં દેખાય છે; અધ્યાત્મરસરસિયા જનોથી તુજ હૃદય ૫૨ખાય છે. ૧૫. એકાંતથી અધ્યાત્મમાં જે શુષ્ક થઈને ચાલતો. ચાબુક તેને મારીને વ્યવહારમાંહી વાળતો. ૧૬. ગંભી૨ તારી વાણીમાં ભાવાર્થ બહુ ઊંડા છતાં. જે હૃદય તારું જાણતા તે ભાવ તારો ખેંચતા. ૧૭. તુજ વદન-કમળેથી વહે ઉપદેશનાં અમૃત અહો ! અધ્યાત્મ-અમૃત-પાનથી વા૨ી જતા કોટી જનો. ૧૮.
ઉપકાર તારાશું કહ્યું? ગુણગાન તારાં શું કરું ? વંદન કરું, સ્તવના કરું, તુજ ચરણસેવાને ચહું. ૧૯.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com