________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૬૩] ૩. અધ્યાત્મરસના રાજવી કાનગુરુ શાસન તણા શિરોમણિ સ્તવના કરું “ગુરુ ાન 'ની; તુજ દિવ્ય મૂર્તિ ઝળહળે, અધ્યાત્મરસના રાજવી. ૧. અધ્યાત્મ-કલ્પવૃક્ષનાં ફળનો રસીલો તું થયો; તું શુદ્ધરસસાધક બન્યો, અંતર તણી સૃષ્ટિ લહ્યો. ૨. તું લોકસંજ્ઞા જીતીને, અલમસ્ત થઈ જગમાં ફર્યો; પરમાત્મનું ધ્યાન જ ધરી, તુજ આત્મને સ્વચ્છ જ કર્યો. ૩. પ્રતિબંધ ટાળી લોકનો, આનંદની મોજે રહ્યો; તે શુદ્ધ ચેતનધર્મનો અનુભવ હૃદયમાંહી લહ્યો. ૪. અંતર તણા આનંદમાં સુરતા લગાવી પ્રેમથી; શુભ દ્રવ્યભાવે તપ તપ્યથી શુદ્ધિ કરી શુભ નેમથી. ૫. નિંદા કરી ના કોઈની, નિંદા કરી સહુ તે સહી; શુદ્ધાત્મરસ-ભોગી ભ્રમર, શુભદષ્ટિ તારામાં રહી. ૬. ઔદાર્યને તે આદરી જગમાં જણાવ્યું બોલથી; આચારમાં મૂકી ઘણું જોયું અનુભવ-તોલથી. ૭. તારા હૃદયની ગૂઢતા ત્યાં મૂઢ જનની મૂઢતા; જે આત્મયોગી હોય તે જાણે ખરે તવ શુદ્ધતા. ૮. પહોંચ્યો અને પહોંચાડતો તું લોકને શુદ્ધ ભાવમાં અધ્યાત્મરસિયા જે થયા, બેઠા ખરે શુદ્ધ નાવમાં. ૯. દુનિયા થકી ડરતો નથી, આશા નથી, મમતા જરી; જ્યાં હું વસું ત્યાં તું નહીં-એ ભાવના વિલસે ખરી. ૧૦.
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com