________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૧] પ્રભાવનાયોગે સોનગઢ( સૌરાષ્ટ્ર )ને એક અનુપમ “અધ્યાત્મતીર્થ” બનાવી દીધું છે અને જેમની અનેકાન્તમુદ્રિત નિશ્ચય-વ્યવહારસુમેળસમન્વિત શુદ્ધાત્મતત્ત્વપ્રધાન અધ્યાત્મરસનિર્ભર ચમત્કારી વાણીમાંથી “ગુરુદેવશ્રીનાં વચનામૃત” સંકલિત કરવામાં આવ્યાં છે-એવા સૌરાષ્ટ્રના આધ્યાત્મિક યુગપુરુષ પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનો પવિત્ર જન્મ સૌરાષ્ટ્રના (ભાવનગર જિલ્લાના) ઉમરાળા ગામમાં વિ. સં. ૧૯૪૬, વૈશાખ સુદ બીજ, રવિવારના શુભ દિને થયો હતો. પિતા શ્રી મોતીચંદભાઈ અને માતા શ્રી ઊજમબા જાતિએ દશાશ્રીમાળી વણિક તથા ધર્મ સ્થાનકવાસી જૈન હતાં.
શિશુવયથી જ બાળક “કાનજી'ના મુખ પર વૈરાગ્યની સૌમ્યતા અને આંખોમાં બુદ્ધિ ને વીર્યની અસાધારણ પ્રતિભા તરી આવતી હતી. તે નિશાળમાં તેમ જ જૈનશાળામાં પ્રાય: પહેલો નંબર રાખતા હતા. નિશાળના લૌકિક જ્ઞાનથી તેમના ચિત્તને સંતોષ થતો નહિ; તેમને ઊંડ ઊંડે રહ્યા કરતું કે “જેની શોધમાં હું છું તે આ નથી'. કોઈ કોઈ વાર આ દુઃખ તીવ્રતા ધારણ કરતું અને એક વાર તો, માતાથી વિખૂટા પડેલા બાળકની જેમ, તે બાળમહાત્મા સના વિયોગે ખૂબ રડયા હતા.
યુવાવયમાં દુકાન ઉપર પણ તેઓ વૈરાગ્યપ્રેરક અને તત્ત્વબોધક ધાર્મિક પુસ્તકો વાંચતા હતા. તેમનું મન વેપારમય કે સંસારમય થયું નહોતું. તેમના અંતરનો ઝોક સદા ધર્મ ને સત્યની શોધ પ્રતિ જ રહેતો. તેમનો ધાર્મિક અભ્યાસ, ઉદાસીન જીવન અને સરળ અંતઃકરણ જોઈને સગાંસંબંધીઓ તેમને ભગત” કહેતાં. તેમણે બાવીસ વર્ષની કુમારાવસ્થામાં આજીવન બ્રહ્મચર્યપાલનની પ્રતિજ્ઞા લઈ લીધી હતી. વિ. સં. ૧૯૭૦ના માગશર સુદ ૯ ને રવિવારના દિવસે ઉમરાળામાં ગૃહસ્થજીવનનો ત્યાગ કરી મોટા
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com