SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત ૧૭ સંસારમાં પુણ્યની પ્રધાનતા છે અને ધર્મમાં ગુણની પ્રધાનતા છે. તેથી જ્ઞાની પુણ્યથી દૂર રહીને તેમાં સ્વામીપણે ન ભળતાં નિસ્પૃહપણે જાણે છે, અને અજ્ઞાની તેમાં તલ્લીન થાય છે. પુણ્ય એક તત્ત્વ છે, પણ તેનાથી જ્ઞાની ન થવાય, તેનાથી આત્માનું હિત ન થાય. જે જીવ પુણ્યવૈભવ, યશકીર્તિ ઉપર જુએ છે તે, જીવ-અજીવનાં લક્ષણની જાદાઈ નહિ સમજનારો હોવાથી અજ્ઞાની છે. પ્રવચનસારમાં કહ્યું છે કે પુણ્ય અને પાપ બન્ને, આત્માના ધર્મ નહિ હોવાથી, નિશ્ચયથી સમાન જ છે નહિ માનતો એ રીત પુણ્ય પાપમાં ન વિશેષ છે, તે મોહથી આચ્છન્ન ઘોર અપાર સંસારે ભમે. જેમ સુવર્ણની બેડી અને લોખંડની બેડી બન્ને અવિશેષપણે બાંધવાનું જ કામ કરે છે, તેમ પુણ્ય અને પાપ બન્ને અવિશેષપણે બંધન જ છે. જે જીવ પુણ્ય અને પાપનું અવિશેષપણું (-સમાનપણું) કદી માનતો નથી, તેને આ ભયંકર સંસારમાં રઝળવાનો કદી અંત આવતો નથી. જ્ઞાનીને હિત-અહિતનો યથાર્થ વિવેક હોઈ, જે કંઈ પુણ્ય-પાપના સંયોગ છે તેનો તે માત્ર જ્ઞાતા રહે Please inform us of any errors on rajesh@ Atma Dharma.com
SR No.008242
Book TitleGurudev shreena vchanamrut
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1988
Total Pages205
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size686 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy