Book Title: Gurudev shreena vchanamrut
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૬૯] ૮. આજે ભરતભૂમિમાં.... (રાગઃ મારા મંદિરિયામાં ત્રિશલાનંદ) આજે ભરતભૂમિમાં સોના-સૂરજ ઊગિયો રે; મારા અંતરિય આનંદ અહો! ઊભરાય, શાસન-ઉદ્ધારક ગુરુ જન્મદિવસ છે આજનો રે; ગુસ્વર-ગુણમહિમાને ગગને દેવો ગાય, વિધવિધ રત્નોથી વધાવું હું ગુરુરાજને રે. આજે ૧.
ઉમરાળામાં જનમિયા ઊજમબા-કૂખ-નંદ; કહાન તારું નામ છે, જગ-ઉપકારી સંત. માત-પિતા-કુળ-જાત સુધન્ય અ! ગુરુરાજનાં રે, જેને આંગણ જમ્યા પરમપ્રતાપી કહાન, જેને પારણિયેથી લગની નિજ કલ્યાણની રે. આજે ૨.
(સાખી) શિવરમણી રમનાર તું, તું હી દેવનો દેવ; જાગ્યો આતમશક્તિના ભણકારા સ્વયમેવ. પરમપ્રતાપી ગુરુએ અપૂર્વ સતને શોધિયું રે; ભગવતકુંદઋષીશ્વર ચરણ-ઉપાસક સન્ત, અદ્ભુત ધર્મધુરંધર ધોરી ભરતે જાગિયા રે. આજે ૩.
(સાખી) વૈરાગી વીરવીર ને અંતરમાંહી ઉદાસ; ત્યાગ ગ્રહ્યો નિર્વેદથી, તજી તનડાની આશ.
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205