Book Title: Gurudev shreena vchanamrut
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 192
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૧૬૮] . ૭. વિદેહવાસી કહાનગુરુ વિદેહવાસી કહાનગુરુ ભરતે પધાર્યા રે, સુવર્ણપુરીમાં નિત્ય ચૈતન્યરસ વરસ્યા રે; ઉજમબાના નંદ અહો ! આંગણે પધાર્યા રે; અમ અંતરિયામાં હર્ષ ઊભરાયા રે. આવો પધારો મારા સદ્દગુરુદેવા; શી શી કરું તુજ ચરણોની સેવા. વિધવિધ રત્નોના થાળ ભરાવું રે, વિધવિધ ભક્તિથી ગુરુને વધાવું રે.વિદે) ૧. દિવ્ય અચરજકારી ગુરુ અહો! જાગ્યા; પ્રભાવશાળી સંત અજોડ પધાર્યા. વાણીની બંસરીથી બ્રહ્માંડ ડોલે રે, ગુરુ-ગુણગીતો ગગનમાંહી ગાજે રે...વિદેહ ૨. શ્રુતાવતારી અહો ! ગુરુજી અમારા; અગણિત જીવોનાં અંતર ઉજાળ્યાં. સત્ય ધરમના આંબા રૂડા રોપ્યા રે, સાતિશય ગુણધારી ગુરુ ગુણવંતા રે...વિદેo ૩. કામધેનુ કલ્પવૃક્ષ અહો ! ફળિયાં; ભાવિ તણા ભગવંત મુજ મળિયા. અનુપમ ધર્મધોરી ગુરુ ભગવંતા રે, નિશદિન હોજો તુજ ચરણોની સેવા રે.....વિદે૪. Please inform us of any errors on rajesh@ Atma Dharma.com

Loading...

Page Navigation
1 ... 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205