________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુદેવશ્રીનાં વચનામૃત ૧૩૧ જીવોએ સાધર્મી સજ્જનો સાથે અવશ્ય પ્રીતિ કરવી જોઈએ. ૨૪૦.
નરકાદિનાં દુઃખોનું વર્ણન એ કાંઈ જીવોને ભયભીત કરવા ખોટું કલ્પિત વર્ણન નથી. પણ તીવ્ર પાપનાં ફળને ભોગવવાનાં સ્થાન જગતમાં વિદ્યમાન છે. જેમ ધર્મનું ફળ મોક્ષ છે, પુણ્યનું ફળ સ્વર્ગ છે, તેમ પાપનું ફળ જે નરક તે સ્થાન પણ છે. અજ્ઞાનપૂર્વક તીવ્ર હિંસાદિ પાપ કરનારા જીવો જ ત્યાં જાય છે, ને ત્યાં ઊપજતાં વેંત મહાદુઃખ પામે છે. તેની વેદનાનો ચિત્કાર
ત્યાં કોણ સાંભળે? પૂર્વે પાપ કરતાં પાછું વાળીને જોયું હોય, કે ધર્મની દરકાર કરી હોય, તો શરણ મળે ને? માટે હે જીવ! તું એવાં પાપો કરતાં ચેતી જજે! આ ભવ પછી જીવ બીજે ક્યાંક જવાનો છે-એ લક્ષમાં રાખજે. આત્માનું વીતરાગવિજ્ઞાન જ એક એવી ચીજ છે કે જે તને અહીં તેમ જ પરભવમાં પણ સુખ આપે છે. ૨૪૧.
જે વીતરાગ દેવ અને નિગ્રંથ ગુરુઓને માનતો નથી, તેમની સાચી ઓળખાણ તેમ જ ઉપાસના કરતો નથી, તેને તો સૂર્ય ઊગવા છતાં
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com