________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુદેવશ્રીનાં વચનામૃત
૧૪પ અનંતાનુબંધી માન છે; વસ્તુનો સ્વભાવ જેવો છે તેવો નહિ માનતાં આડ મારીને બીજી રીતે ખતવવું તેનું નામ અનંતાનુબંધી માયા છે; સ્વભાવની ભાવના ચૂકીને વિકારની ઇચ્છા કરવી તે અનંતાનુબંધી લોભ છે. ર૬૮.
ભરત ચક્રવર્તી અને બાહુબલી બન્ને ભાઈને લડાઈ થઈ. સાધારણને તો એવું લાગે કે સમ્યજ્ઞાની, વળી બન્ને ભાઈ, વળી એ જ ભવે બન્ને મોક્ષ જવાના ને આ શું? પરંતુ લડતી વખતે પણ ભાન છે કે હું આ બધાથી ભિન્ન છું. તે લડાઈના જ્ઞાતા છે. જે ક્રોધ થાય છે તે ક્રોધના પણ જ્ઞાતા છે. પોતાના શુદ્ધ, પવિત્ર આનંદઘનસ્વભાવનું ભાન વર્તે છે, પરંતુ અસ્થિરતા છે તેથી લડાઈમાં ઊભા છે. ભરત ચક્રવર્તી જીતી શક્યા નહિ, તેથી છેવટે બાહુબલીજી ઉપર ચક્ર મૂકયું. એ વખતે બાહુબલીજીને વૈરાગ્ય આવ્યો કે ધિક્કાર છે આ રાજને! અરે! આ જીવનમાં રાજને માટે આ શું? જ્ઞાની પુણ્યથી પણ રાજી નથી અને પુણ્યના ફળથી પણ રાજી નથી. બાહુબલીજી કહે છે કે હું ચિદાનંદ આત્મા, પરથી ભિન્ન છું, એને આ ન હોય, આ ન શોભે! ધિક્કાર છે. આ રાજને! એમ વૈરાગ્ય આવતાં મુનિપણું લીધું.
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com