Book Title: Gurudev shreena vchanamrut
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૧૬૨ ]
૨. તુજ પાદપંકજ જ્યાં થયાં....
તુજ પાદપંકજ જ્યાં થયાં તે દેશને પણ ધન્ય છે; એ ગામ-પુરને ધન્ય છે, એ માત કુળ જ વન્ધ છે. ૧. તારા કર્યાં દર્શન અરે ! તે લોક પણ કૃતપુણ્ય છે; તુજ પાદથી સ્પર્શાઈ એવી ધૂલિને પણ ધન્ય છે. ૨. તારી મતિ, તારી ગતિ, ચારિત્ર લોકાતીત છે; આદર્શ સાધક તું થયો, વૈરાગ્ય વચનાતીત છે. ૩. વૈરાગ્યમૂર્તિ, શાંતમુદ્રા, જ્ઞાનનો અવતાર તું; ઓ દેવના દેવેન્દ્ર વહાલા! ગુણ તારા શું કહ્યું? ૪. અનુભવ મહીં આનંદતો સાપેક્ષ દૃષ્ટિ તું ધરે; દુનિયા બિચારી બાવરી તુજ દિલ દેખે કયાં અરે ? ૫. તારા હૃદયના તારમાં રણકાર પ્રભુના નામના; એ નામ ‘સોહં’ નામનું, ભાષા પરા જ્યાં કામ ના. ૬. અધ્યાત્મની વાર્તા કરે, અધ્યાત્મની દૃષ્ટિ ધરે; નિજદેહ–અણુઅણુમાં અહો ! અધ્યાત્મરસ ભાવે ભરે. ૭. અધ્યાત્મમાં તન્મય બની અધ્યાત્મને ફેલાવતો; કાયા અને વાણી-હૃદય અધ્યાત્મમાં રેલાવતો. ૮. જ્યાં જ્યાં તમારી દષ્ટિ ત્યાં આનંદના ઊભરા વહે; છાયા છવાયે શાંતિની, તું શાંતમૂર્ત! જ્યાં રહે. ૯. પાવન–મધુર અદ્ભુત અહો ! તુજ વદનથી અમૃત ઝર્યાં, શ્રવણો મળ્યાં સદ્ભાગ્યથી, નિત્યે અહો ! ચિફરસભર્યાં. ૧૦. ગુરુાન તારણહારથી આત્માર્થી ભવસાગર તર્યા, ભવ ભવ રો અમ આત્મને સાંનિધ્ય આવા સંતનાં. ૧૧.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Page Navigation
1 ... 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205