________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૪
ગુરુદેવશ્રીનાં વચનામૃત સમજાવે છે પણ તે ભેદ કહેવા માત્ર છે; આત્મામાં ખરેખર એવા ભેદ નથી, આત્મા તો અભેદ છે. વળી વ્યવહાર અંગીકાર કરાવવા વ્યવહાર કહેતા નથી. વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ અશકય છે તેથી વ્યવહારનો ઉપદેશ છે. સમયસારમાં શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવે કહ્યું છે કે
जह णवि सक्कमणज्जो अणज्जभासं विणा दु गाहेदु। तह ववहारेण विणा परमत्थुवदेसणमसक्कं।।
જેમ અનાર્યને સ્વેચ્છને પ્લેચ્છભાષા વિના અર્થ ગ્રહણ કરાવવાનું શકય નથી, તેમ વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ અશકય છે. તેથી વ્યવહારનો ઉપદેશ છે. નિશ્ચયને અંગીકાર કરાવવા માટે વ્યવહાર વડે ઉપદેશ દેવામાં આવે છે, પરંતુ વ્યવહાર છે તે અંગીકાર કરવાયોગ્ય નથી. ર૬૭.
આત્મા તન્ન જ્ઞાયક છે; તે સ્વભાવનું ન સચવું, ન ગોઠવું, તેનું નામ ક્રોધ છે. “અખંડ ચૈતન્યસ્વભાવ તે હું નહિ' એમ સ્વભાવનો અણગમો-સ્વભાવ ન ગોઠે-તે અનંતાનુબંધી ક્રોધ છે. વસ્તુ અખંડ છે, બધા ભંગ-ભેદ અજીવના સંબંધે દેખાય છે. દષ્ટિમાં તે અખંડ સ્વભાવનું પોષણ ન થવું તે ક્રોધ છે; પરપદાર્થ પ્રત્યે અહંબુદ્ધિ તે
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com