________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુદેવશ્રીનાં વચનામૃત
૧૫૧ તે વખતે પણ, પૂર્વે સત્ સાંભળ્યું હોય તેનું સ્મરણ કરી, ફડાક દઈને અંદરમાં ઊતરી જાય છે; એને પ્રતિકૂળતા નડતી જ નથી ને! સ્વર્ગનો જીવ સ્વર્ગની અનુકૂળતામાં પડ્યો હોય તો પણ તેનું લક્ષ છોડી અંદરમાં ઊતરી જાય છે. અહીં જરાક પ્રતિકૂળતા હોય તો “અરેરે! મારે આમ છે ને તેમ છે –એમ કરી કરીને અનંત કાળ ગુમાવ્યો. હવે એનું લક્ષ છોડી અંદરમાં ઊતરી જા ને! ભાઈ ! આ વિના બીજો કોઈ સુખનો માર્ગ નથી. ૨૭૮.
આત્મચિંતનમાં ક્યાંય ગુણભેદની કે રાગની મુખ્યતા નથી, વિકલ્પનું જોર નથી, પણ જ્ઞાનમાં પરમ જ્ઞાયકસ્વભાવના કોઈ અચિંત્ય મહિમાનું જોર છે, અને તેના જ જોરે નિર્વિકલ્પ થઈને મુમુક્ષુજીવ આત્માને સાક્ષાત્ સ્વાનુભવમાં લઈ લે છે, ત્યાં કોઈ વિકલ્પ રહેતા નથી. આ રીતે ભેદ-વિકલ્પ વચ્ચે આવતા હોવા છતાં સ્વભાવના મહિમાના જોરે મુમુક્ષુજીવ તેને ઓળંગી જઈને સ્વાનુભૂતિમાં પહોંચી જાય છે. ૨૭૯.
લીંડીપીપરનો દાણો કઈ નાનો અને સ્વાદે અલ્પ તીખાશવાળો હોવા છતાં તેનામાં ચોસઠ પહોરી
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com