________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૬
ગુરુદેવશ્રીનાં વચનામૃત
મીંદડી જે મોઢેથી પોતાના બચ્ચાને પકડે તે જ મોઢેથી ઉંદરને પકડે પણ “પકડ પકડમેં ફેર હૈ', તેમ જ્ઞાની ને અજ્ઞાનીની ક્રિયા એક સરખી દેખાય પણ ભાવમાં આંતરા હોય છે. ર૬૯.
- સ્ત્રી, પુત્ર, પૈસા આદિમાં રચ્યા-પચ્યા રહેવું એ તો ઝેરીલો સ્વાદ છે, સર્પનો મોટો રાફડો છે; પણ શુભ ભાવમાં આવવું તે પણ સંસાર છે. પરમ પુરુષાર્થી મહાજ્ઞાનીઓ અંદરમાં ગુમ થયા તે બહાર ન આવ્યા. ૨૭).
જ્ઞાનીને પણ આકરા રોગ આવે, ઇન્દ્રિયો મોળી પડી જાય, બહારથી ઇન્દ્રિયો કામ ન કરે, બહારમાં બેસૂધ જેવું લાગે, પણ અંદરમાં બેસૂધ નથી. ૨૭૧.
મુનિને કર્મપ્રકમ હોતો નથી-મુનિ કોઈ કામ માથે લેતા નથી. “પાઠશાળાનું ધ્યાન રાખવું પડશે; પૈસા ઉઘરાવવા માટે તમારે જવું પડશે; તીર્થ માટે પૈસા ઉઘરાવવા પડશે.” આવાં કોઈ પણ કામ મુનિ માથે લેતા જ નથી. કોઈ પણ પ્રકારનો બોજો મુનિ માથે રાખતા જ નથી. ૨૭ર.
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com