________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪)
ગુરુદેવશ્રીનાં વચનામૃત
ઉત્કૃષ્ટ પુણ્યના શુભભાવ થઈ જાય છે, પણ તે પુણ્યની કિંમત શી? પુણ્યથી માત્ર સાંભળવાનું મળે પણ તેમાં જાતને ભેળવીને સત્યનો નિર્ણય ન કરે તો થોથાં છે. ર૬૧.
આત્મામાં કર્મની “નાસ્તિ” છે. બન્ને સ્વતંત્ર ચીજ છે. જે પોતામાં નથી તે પોતાને નુકસાન કરી શકે નહિ. પોતે સ્વલક્ષે વિકાર કરી શકે નહિ, પણ વિકારમાં નિમિત્તરૂપ બીજી વસ્તુની હાજરી હોય છે. કોઈની અવસ્થા કોઈના કારણે થતી નથી. જ્યાં જીવને વિકારી ભાવ કરવાની વર્તમાન યોગ્યતા હોય ત્યાં નિમિત્તરૂપે થનાર કર્મ હાજર જ હોય. ર૬ર.
વીતરાગવાણીરૂપી સમુદ્રના મંથનથી જેણે શુદ્ધ ચિતૂપ-રત્ન પ્રાપ્ત કર્યું છે એવો મુમુક્ષુ ચૈતન્ય-પ્રાતિના પરમ ઉલ્લાસથી કહે છે કે અહો ! મને સર્વોત્કૃષ્ટ ચૈતન્યરત્ન મળ્યું, હવે મારે ચૈતન્યથી અન્ય બીજું કોઈ કાર્ય નથી, બીજું કોઈ વાચ્ય નથી, બીજું કોઈ ધ્યેય નથી, બીજું કાંઈ શ્રવણયોગ્ય નથી, બીજું કાંઈ પ્રાપ્ત કરવા જેવું નથી, બીજું કોઈ શ્રેય નથી, બીજું કોઈ આદેય નથી. ૨૬૩.
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com