________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૮
ગુરુદેવશ્રીનાં વચનામૃત વાણી ખરેખર અદ્ભુત છે, અશ્રુતપૂર્વ છે. વીતરાગી સંતોની વાણી પરમ અમૃત છે. ભવરોગનો નાશ કરનાર એ અમોઘ ઔષધ છે. ૨૫૭.
જે નિજ શુદ્ધ જ્ઞાયકવસ્તુમાં મિથ્યાત્વ કે રાગાદિ વિભાવો છે જ નહિ તેમાં રુચિના પરિણામ તન્મય થતાં મિથ્યાત્વ ટળે છે; બીજા કોઈ ઉપાયથી મિથ્યાત્વ ટળે નહિ. ગુણભેદનો વિકલ્પ પણ શું શુદ્ધવસ્તુમાં છે?—નથી; તો તે શુદ્ધવસ્તુની પ્રતીતિ ગુણભેદના વિકલ્પની અપેક્ષા રાખતી નથી. શુદ્ધવસ્તુમાં વિકલ્પ નથી, ને વિકલ્પમાં શુદ્ધવસ્તુ નથી. બન્નેની ભિન્નતા જાણતાં પરિણતિ વિકલ્પોથી ખસીને સ્વભાવમાં આવી ત્યાં સમ્યકત્વ થયું ને મિથ્યાત્વ ટળ્યું. –આ. મિથ્યાત્વ ટાળવાની રીત છે. તે માટે, અંદર ચિદાનંદસ્વભાવનો અનંતો મહિમા ભાસીને તેનો અનંતો રસ આવવો જોઈએ, એમ કરવાથી પરિણામ તેમાં તન્મય થાય છે. ૨૫૮.
હે ભાઈ ! અનંત ગુણોનો વૈભવ જેમાં વસેલો છે એવી ચૈતન્યવહુ તું પોતે છો. અરે ચૈતન્યરાજા! તારા અચિંત્ય વૈભવને તે કદી જાણ્યો જોયો અનુભવ્યો નથી, તારા સ્વઘરમાં તે વાસ કર્યો નથી. સ્વઘરને
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com