________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુદેવશ્રીનાં વચનામૃત
૧૩૫ તે ભેદ પડતા નથી. તે કળાના ભેદ ઉપર દષ્ટિ નહિ રાખતાં આખા દ્રવ્ય ઉપર દષ્ટિ રાખવી તે જ કળા ઊઘડવાનું કારણ છે. ૨૪૯.
નીતિ તે કપડા સમાન છે અને ધર્મ તે દાગીના સમાન છે. જેમ કપડાં વિના દાગીના શોભતા નથી, તેમ નીતિ વિના ધર્મ શોભા પામતો નથી. ૨૫૦.
દેવ-શાસ્ત્ર–ગુરુ એમ કહે છે કે ભાઈ ! તારો મહિમા તને આવે તેમાં અમારો મહિમા આવી જાય છે. તને તારો મહિમા આવતો નથી તો તને અમારો પણ મહિમા ખરેખર આવ્યો નથી, અને તે ઓળખ્યાં નથી.
૨૫૧.
તપની વ્યાખ્યા “રોટલા ન ખાવા તે નથી; પણ આત્મા જ્ઞાનાનંદમય એક સ્વતંત્ર પદાર્થ છે એવો નિર્ણય થયા પછી અંતરમાં એકાગ્રતા થતાં જે ઉજ્વળતાના પરિણામ થાય છે તેને ભગવાન તપ કહે છે; અને તે વખતે જે વિકલ્પ હોય તેને વ્યવહારે તપ કહેવાય છે. આત્માની લીનતામાં વિશેષ
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com