________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૨
ગુરુદેવશ્રીનાં વચનામૃત
નથી, તે મારો નથી, તે મારો સ્વભાવ નથી, એમ માને તે સમ્યજ્ઞાની છે. ર૨૧.
જે કોઈ આત્મા જડ-કર્મની અવસ્થાને અને શરીરાદિની અવસ્થાને કરતો નથી, તેને પોતાનું કર્તવ્ય માનતો નથી, તન્મયબુદ્ધિએ પરિણમતો નથી પરંતુ માત્ર જાણે છે એટલે કે તટસ્થ રહ્યો થકો-સાક્ષીપણે જાણે છે, તે આત્મા જ્ઞાની છે. ૨૨૨.
વિકાર જીવની જ પર્યાયમાં થાય છે તે અપેક્ષાએ તો તેને જીવનો જાણવો; પણ જીવનો સ્વભાવ વિકારમય નથી, જીવનો સ્વભાવ તો વિકાર રહિત છે. એ રીતે સ્વભાવદષ્ટિથી વિકાર જીવનો નથી, પણ પુદ્ગલના લક્ષે થતો હોવાથી તે પુદ્ગલનો છે એમ જાણવું. એમ બન્ને પડખાં જાણીને શુદ્ધસ્વભાવમાં ઢળતાં પર્યાયમાંથી પણ વિકાર ટળી જાય છે, અને એ રીતે જીવ વિકારનો સાક્ષાત્ અકર્તા થઈ જાય છે. માટે પરમાર્થ જીવ વિકારનો કર્તા નથી. રર૩.
ગમે તે સંયોગમાં, ક્ષેત્રમાં કે કાળમાં જે જીવ પોતે નિશ્ચય-સ્વભાવનો આશ્રય કરીને પરિણમે છે તે
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com