________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૮
ગુરુદેવશ્રીનાં વચનામૃત
સ્વરૂપનો ઉત્સાહ કર, તેનો મહિમા લાવીને તારા પુરુષાર્થને ઉછાળ, તો તને તારા અપૂર્વ આલાદનો અનુભવ થશે, અને તું સિદ્ધપદને પામીશ. ૨૩૪.
જેણે નિજ શુદ્ધાત્મદ્રવ્યનો સ્વીકાર કરીને પરિણતિ તે તરફ વાળી છે એવા ધર્માત્માને હવે ક્ષણે ક્ષણે મુક્તિ તરફ જ પ્રયાણ ચાલી રહ્યું છે, તે મુક્તિપુરીનો પ્રવાસી થયો છે. હવે મારે અનંત સંસાર હુશે?” એવી શંકા તેને ઊઠતી જ નથી; સ્વભાવના જોરે તેને એવી નિઃશંકતા છે. કે “હવે અલ્પ જ કાળમાં મારી મુક્તદશા ખીલી જશે”.
૨૩૫.
જેને જેની રુચિ હોય તે તેની વારંવાર ભાવના ભાવે છે, અને ભાવનાને અનુસાર ભવન થાય છે. જેવી ભાવના તેવું ભવન. શુદ્ધાત્મસ્વભાવની વારંવાર ભાવના કરવાથી તેવું ભવન-પરિણમન થઈ જાય છે. માટે જ્યાં સુધી આત્માની યથાર્થ શ્રદ્ધા, જ્ઞાન ને અનુભવ ન થાય ત્યાં સુધી સત્સમાગમ વારંવાર પ્રીતિપૂર્વક તેનું શ્રવણ, મનન અને ભાવના કર્યા જ કરવી. એ ભાવનાથી જ ભવનો નાશ થાય છે. ૨૩૬.
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com