________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૦
ગુરુદેવશ્રીનાં વચનામૃત શીતળા વગેરે દેવી-દેવલાની માન્યતા કરે નહિ. લોકમાં મંત્ર-તંત્ર-ઔષધ વગેરે છે તે તો પુણ્ય હોય તો ફળે. પણ આ સમ્યગ્દર્શન સર્વ રત્નોમાં એવું અનુપમ શ્રેષ્ઠ રત્ન છે કે જેનો દેવો પણ મહિમા કરે છે. ૨૧૭.
એકલા વિકલ્પથી તત્ત્વવિચાર કર્યા કરે તો તે જીવ પણ સમ્યકત્વ પામતો નથી. અંતરમાં ચૈતન્યસ્વભાવનો મહિમા કરીને તેની નિર્વિકલ્પ અનુભૂતિ કરવી તે જ સમ્યગ્દર્શન છે. ર૧૮.
આત્માનો સ્વભાવ ત્રિકાળી પરમપરિણામિકભાવરૂપ છે; તે સ્વભાવને પકડવાથી જ મુક્તિ થાય છે. તે સ્વભાવ કઈ રીતે પકડાય? રાગાદિ ઔદયિક ભાવ વડે તે સ્વભાવ પકડાતો નથી; ઔદયિક ભાવો તો બહિર્મુખ છે ને પરિણામિક સ્વભાવ તો અંતર્મુખ છે. બહિર્મુખ ભાવ વડે અંતર્મુખ ભાવ પકડાય નહિ. વળી જે અંતર્મુખી ઔપથમિક, ક્ષાયોપથમિક, ક્ષાયિક ભાવ છે તેના વડે તે પારિણામિક ભાવ જો કે પકડાય છે, તોપણ તે ઔપશમિકાદિ ભાવોના લક્ષે તે પકડાતો નથી. અંતર્મુખ થઈને એ પરમ સ્વભાવને પકડતાં
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com