________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૮
ગુરુદેવશ્રીનાં વચનામૃત
એક તરફ વિકારની ધારા અનાદિથી છે ને બીજી તરફ સ્વભાવસામર્થ્યની ધારા પણ અનાદિથી સાથે ને સાથે જ ચાલી રહી છે; વિકારની ધારા વખતે સ્વભાવસામર્થ્યની ધારા કાંઈ તૂટી નથી ગઈ, સ્વભાવસામર્થ્યનો કાંઈ અભાવ નથી થયો. પરિણતિ જ્યાં સ્વભાવસામર્થ્ય તરફ વળી ત્યાં જ વિકારની પરંપરાનો પ્રવાહ તૂટયો ને અધ્યાત્મપરિણતિની પરંપરા શરૂ થઈ, જે પૂરી થઈને સાદિ-અનંત કાળ રહેશે. ૧૧૧.
એક વાર પરને માટે તો મૃતકવત્ થઈ જવું જોઈએ. પરમાં તારો કોઈ અધિકાર જ નથી. અરે ભાઈ ! તું રાગને તથા રજકણને કરી શકતો નથી એવો જ્ઞાતાદ્રષ્ટા પદાર્થ છો. એવા જ્ઞાતાદ્રષ્ટાસ્વભાવની દષ્ટિ કર. ચારે બાજુથી ઉપયોગને સંકેલીને એક આત્મામાં જ જા. ૧૧૨.
કર્મનો વિપાક તે કારણ ને રાગાદિ ભાવ થવા તે કાર્ય-એમ નથી, પણ અજ્ઞાનભાવે આત્મા પોતે શુભાશુભ રાગનો કર્તા થયો ને શુભાશુભ રાગ કાર્ય થયું. એ રીતે જડકર્મનો અભાવ થયો તેથી મોક્ષદશારૂપ કાર્ય પ્રગટ થયું-એમ નથી, પરંતુ જ્ઞાનભાવે મોક્ષની નિર્મળ પર્યાયનો કર્તા આત્મા છે
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com