________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુદેવશ્રીનાં વચનામૃત ઉપાદાનનું કાર્ય કરવા માંડે તો નિમિત્ત જ સ્વયં ઉપાદાન બની જાય, એટલે કે નિમિત્ત નિમિત્તરૂપે નહિ રહે અને ઉપાદાનનું સ્થાન નિમિત્તે લઈ લીધું તેથી નિમિત્તથી જુદું ઉપાદાન પણ નહિ રહે. એ રીતે નિમિત્તથી ઉપાદાનનું કાર્ય માનવા જતાં ઉપાદાન અને નિમિત્ત બન્ને કારણોનો લોપ થઈ જશે. ૧૫૫.
પહેલાં સ્વરૂપસન્મુખ થઈને નિર્વિકલ્પ અનુભૂતિ થાય-આનંદનું વદન થાય, ત્યારે જ યથાર્થ સમ્યગ્દર્શન થયું કહેવાય. તે સિવાય પ્રતીતિ યથાર્થ કહેવાય નહિ. પહેલાં તત્ત્વવિચાર કરીને દઢ નિર્ણય કરે, પછી અનુભૂતિ થાય. તત્ત્વનિર્ણયમાં જ જેની ભૂલ હોય તેને તો યથાર્થ અનુભૂતિ કયાંથી થાય? ન જ થાય. એકલા વિકલ્પથી તત્ત્વવિચાર કર્યા કરે તે જીવ પણ સમ્યકત્વ પામતો નથી. અંતરમાં ચૈતન્યસ્વભાવનો મહિમા લાવીને તેની નિર્વિકલ્પ અનુભૂતિ કરવી તે જ સમ્યગ્દર્શન છે. ૧૫૬.
તત્ત્વવિચારના અભ્યાસથી જીવ સમ્યગ્દર્શન પામે છે. જેને તત્ત્વનો વિચાર નથી તે, દેવ-શાસ્ત્ર–ગુરુ ને ધર્મની પ્રતીતિ કરે છે, ઘણાં શાસ્ત્રોનો
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com