________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુદેવશ્રીનાં વચનામૃત
૧૦૭ છે; તેથી તેને સત્ય માની લેવું નહિ. મોક્ષમાર્ગ-પ્રકાશકમાં પં. ટોડરમલજીએ કહ્યું છે કે
વ્યવહારનયનું શ્રદ્ધાન છોડી નિશ્ચયનયનું શ્રદ્ધાન કરવું યોગ્ય છે. વ્યવહારનય સ્વદ્રવ્ય-પદ્રવ્યને વા તેમના ભાવોને વા કારણ-કાર્યાદિકને કોઈને કોઈમાં મેળવી નિરૂપણ કરે છે, માટે એવા જ શ્રદ્ધાનથી મિથ્યાત્વ છે, તેથી તેનો ત્યાગ કરવો. તથા નિશ્ચયનય તેમને જ યથાવત્ નિરૂપણ કરે છે, કોઈને કોઈમાં મેળવતો નથી, માટે એવા જ શ્રદ્ધાનથી સમ્યકત્વ થાય છે, તેથી તેનું શ્રદ્ધાન કરવું. ૧૯૦.
બહુ જ અલ્પ કાળમાં જેને સંસારપરિભ્રમણથી મુક્ત થવું છે એવાઅતિ-આસન્નભવ્ય જીવને નિજ પરમાત્મા સિવાય બીજું કાંઈ ઉપાદેય નથી. જેનામાં કર્મની કોઈ અપેક્ષા નથી એવું જે પોતાનું શુદ્ધપરમાત્મતત્ત્વ તેનો આશ્રય કરવાથી સમ્યગ્દર્શન થાય છે, તેનો જ આશ્રય કરવાથી સમ્યક્રચારિત્ર થાય છે, ને તેનો જ આશ્રય કરવાથી અલ્પ કાળમાં મુક્તિ થાય છે; માટે મોક્ષના અભિલાષી એવા અતિ-નિકટ-ભવ્ય જીવે પોતાના શુદ્ધાત્મતત્ત્વનો જ આશ્રય કરવા જેવો છે, એનાથી બીજું કાંઈ આશ્રય કરવા જેવું નથી. તેથી હું મોક્ષાર્થી જીવ! તારા શુદ્ધાત્મતત્વને
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com