________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુદેવશ્રીનાં વચનામૃત
૧૧૩
કરાવી દેતી નથી. એકલો કોઈ બગડે નહિ, બે થાય એટલે બગડે. બે બંગડી ભેગી થાય તો ખખડે, તેમ આત્મા પ૨વસ્તુ ઉપર દૃષ્ટિ મૂકે છે ત્યારે ભૂલ થાય છે, એકલો હોય તો ભૂલ થાય નહિ. જેમ કોઈ પુરુષ પરસ્ત્રી ઉપર દષ્ટિ મૂકે તો ભૂલ થાય છે, તેમ આત્મા પર ઉપર દૃષ્ટિ મૂકે તો ભૂલ થાય છે, પણ પોતાના સ્વભાવ ઉપ૨ દૃષ્ટિ મૂકે તો ભૂલ થતી નથી. માટે આત્માને વિકાર થવામાં ૫૨ચીજ નિમિત્ત છે, પરંતુ પરચીજ વિકાર કરાવી દેતી નથી. ૨૦૨.
*
દર્શનમોહ મંદ કર્યા વિના વસ્તુસ્વભાવ ખ્યાલમાં આવે નહિ અને દર્શનમોહનો અભાવ કર્યા વિના આત્મા અનુભવમાં આવે એવો નથી. ૨૦૩.
*
બહારની વિપદા એ ખરેખર વિપદા નથી અને બહારની સંપદા એ સંપદા નથી. ચૈતન્યનું વિસ્મરણ એ જ મોટી વિપદા છે અને ચૈતન્યનું સ્મરણ એ જ ખરેખર સાચી સંપદા છે. ૨૦૪.
સિંહ ચારે કોર ફરતા હોય ને જેમ ઊંઘ ન આવે, હથિયારબંધ પોલીસ પોતાને મારવા ફરતો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com