________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુદેવશ્રીનાં વચનામૃત
૧૧૫
ત્યાં સુધી ત્રણ કાળ ત્રણ લોકના અનંત પદાર્થો એના ભાવમાંથી છૂટયા નથી. ૨૦૭.
અરે જીવ! એક ક્ષણ વિચાર તો કર, કે સંયોગો વધવાથી તારા આત્મામાં શું વધ્યું? અરે! સંયોગો વધવાથી આત્માનું વધવાપણું માનવું તે તો મનુષ્યદેહને હારી જવા જેવું છે. ભાઈ ! તારા જ્ઞાનસ્વરૂપ આત્મા સાથે આ સંયોગો એકમેક નથી; માટે તેનાથી ભિન્નતાનું ભાન કર. ૨૦૮.
જેને મોક્ષ પ્રિય હોય તેને મોક્ષનું કારણ પ્રિય હોય, ને બંધનું કારણ તેને પ્રિય ન હોય. મોક્ષનું કારણ તો આત્મસ્વભાવમાં અંતર્મુખ વલણ કરવું તે જ છે, ને બહિર્મુખ વલણ તો બંધનું જ કારણ છે; માટે જેને મોક્ષ પ્રિય છે એવા મોક્ષાર્થી જીવને અંતર્મુખ વલણની જ ચિ હોય છે, બહિર્મુખ એવા વ્યવહારભાવોની તેને રુચિ લેતી નથી.
પહેલાં અંતર્મુખ વલણની બરાબર રુચિ જામવી જોઈએ, પછી ભલે ભૂમિકાનુસાર વ્યવહાર પણ હોય, પણ ધર્મીને-મોક્ષાર્થીને તે આદરવારૂપે નથી, પણ તે જ્ઞયરૂપે ને હેયરૂપે છે. આદર અને રુચિ તો અંતર્મુખ વલણની જ હોવાથી, જેમ જેમ તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com