________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુદેવશ્રીનાં વચનામૃત
૧૧૭
જગતનું ભાન નથી રહેતું, તેમ ચૈતન્યની અત્યંત શાંતિમાં ઠરી ગયેલા મુનિવરોને જગતના બાહ્ય વિષયોમાં જરા પણ આસક્તિ થતી નથી; અંદર સ્વરૂપની લીનતામાંથી બહાર નીકળવું જરાય ગોઠતું નથી; આસપાસ વનના વાઘ ને સિંહ ત્રાડ પાડતા હોય તો પણ તેનાથી જરાય ડરતા નથી કે સ્વરૂપની સ્થિરતાથી જરાય ડગતા નથી. અહા! ધન્ય એ અદ્દભુત દશા! ૨૧૧.
અહા ! જુઓ, આ પરમ સત્ય માર્ગ. ભગવાન સીમંધર પરમાત્મા પૂર્વવિદેહક્ષેત્રે અત્યારે બિરાજી રહ્યા છે, ત્યાં જઈને શ્રી કુંદકુંદાચાર્યદેવ ભગવાન પાસેથી દિવ્ય ધ્વનિ સાંભળી આવ્યા, ને પછી તેમણે આ શાસ્ત્રોમાં પરમ સત્ય માર્ગની ચોખવટ કરી. અહા, કેવો સત્ય માર્ગ! કેવો ચોખ્ખો માર્ગ! કેવો પ્રસિદ્ધ માર્ગ ! પણ અત્યારે લોકો શાસ્ત્રોના નામે પણ માર્ગમાં મોટી ગરબડ ઊભી કરી રહ્યા છે. શું થાય? એવો જ કાળ ! પણ સત્ય માર્ગ તો જે છે તે જ રહેવાનો છે. શુદ્ધોપયોગરૂપ સાક્ષાત્ મોક્ષમાર્ગ ત્રણે કાળે જયવંત છે, તે જ અભિનંદનીય છે. ૨૧૨.
કર્મપણે આત્મા જ પરિણમે છે, કર્તાપણે પણ
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com