________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુદેવશ્રીનાં વચનામૃત
અટકતા નથી, પણ તેનેય છોડવા જેવો સમજીને અંતરમાં શુદ્ધાત્માને તે વિકલ્પથી જુદો અનુભવે છે. આવો અનુભવ તે જ વીતરાગનો માર્ગ છે. મોક્ષમહેલ માટે આત્મામાં
સમ્યગ્દર્શનરૂપી શિલાન્યાસ કરવાની આ વાત છે. સમયસારમાં શ્રી કુંદકુંદાચાર્યદેવે જૈનધર્મનું રહસ્ય
બતાવતાં કહ્યું છે ને !–
૧૦૦
વ્યવહારનય અભૂતાર્થ દર્શિત, શુદ્ધનય ભૂતાર્થ છે; ભૃતાર્થને આશ્રિત જીવ સુષ્ટિ નિશ્ચય હોય છે.
નિશ્ચય-વ્યવહાર સંબંધી બધા ઝઘડા ઊકલી જાય ને આત્માને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય એવા ભાવો આ ગાથામાં ભર્યા છે. ૧૭૭.
સ્વસ્વભાવ સન્મુખનું જ્ઞાન તે સમ્યજ્ઞાન છે. એકલા ૫૨ સન્મુખનું જ્ઞાન તે અજ્ઞાન છે; કારણ કે સ્વસ્વભાવની સંપૂર્ણતાના ભાન વિના, એક સમયની પર્યાયની અપૂર્ણતામાં પૂર્ણતા માની છે. તેથી પૂર્ણ સ્વભાવને લક્ષમાં લઈ પૂર્ણ સાધ્યને સાધવું. ૧૭૮.
*
આત્માને યથાર્થ સમજવા માટે પ્રમાણ, નય, નિક્ષેપરૂપ શુભ વિકલ્પનો વ્યવહા૨ વચ્ચે આવ્યા વિના રહેતો નથી, પણ આત્માના એકપણાના અનુભવ વખતે તે વિકલ્પ છૂટી જાય છે તેથી તે અભૂતાર્થ છે,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com