________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુદેવશ્રીનાં વચનામૃત
૧૦૩
ગુરુ શિષ્યને કહે છે કે-૫૨મભાવને જાણ, પરથી ભલુંબૂરું માનવું છોડીને, દેહમાં રહેલું હોવા છતાં પણ દેહ અને શુભાશુભ રાગથી ભિન્ન નિજ અસંગ ચૈતન્ય પરમતત્ત્વને અંતરમાં દેખ. ‘આ જ હું છું' –એવા ભાવભાસન દ્વારા ચૈતન્યનો અનુભવ થાય છે. શ્રીગુરુનાં આવાં વચનો દઢતાથી સાંભળીને નિર્મળ ચિત્તવાળો શિષ્ય અંતરમાં તદ્રુપ પરિણમી જાય છે. આવી સેવા-ઉપાસના-ના પ્રસાદથી પાત્ર જીવ આત્માનુભૂતિ પ્રાપ્ત કરે છે. ૧૮૨.
*
દ્રવ્યમાં ઊંડો ઊતરી જા, દ્રવ્યના પાતાળમાં જા. દ્રવ્ય તે ચૈતન્ય-વસ્તુ છે, ઊંડું ઊંડું ગંભીર ગંભીર તત્ત્વ છે, જ્ઞાન-આનંદ આદિ અનંત અનંત ગુણોના પિંડરૂપ અભેદ એક પદાર્થ છે; તેમાં દૃષ્ટિ લગાવી અંદર ઘૂસી જા. ‘ઘૂસી જા’ નો અર્થ એમ નથી કે પર્યાય દ્રવ્ય થઈ જાય છે; પરંતુ પર્યાયની જાતિ, દ્રવ્યનો આશ્રય કરવાથી, દ્રવ્ય જેવી નિર્મળ થઈ જાય છે; તેને, પર્યાય દ્રવ્યમાં ઊંડી ઊતરી-અભેદ થઈ-એમ કહેવાય છે. ૧૮૩.
*
દુનિયામાં મારું જ્ઞાન પ્રસિદ્ધ થાઓ, દુનિયા મારી પ્રશંસા કરે અને હું જે કહું છું તેનાથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com