________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૧
ગુરુદેવશ્રીનાં વચનામૃત આત્મા ત્રિકાળ છે તો તેનો ધર્મ પણ ત્રિકાળ એકરૂપ વર્તે છે. ધર્મનું સ્વરૂપ ત્રણે કાળે એક જ છે. જૈનધર્મ એ વસ્તુસ્વરૂપ છે અર્થાત્ આત્માની સાધનામય શુદ્ધતા તે જૈનધર્મ છે. તેને કાળની મર્યાદામાં કેદ કરી શકાય નહિ; વસ્તુસ્વરૂપનો નિયમ કાળભેદે ફેરવી શકાય નહિ. કોઈ કાળે વસ્તુસ્વરૂપ વિપરીત થતું નથી. જેમ ચેતનવતુ જડ, કે જડવતુ ચેતન થઈ જાય એમ કોઈ કાળે પણ બનતું નથી, તેમ જે વિકારી ભાવ છે તેનાથી ધર્મ થઈ જાય-એમ પણ કોઈ કાળે બનતું નથી. માટે વસ્તુસ્વભાવરૂપ જૈનધર્મને કાળની મર્યાદામાં કેદ કરી શકાતો નથી. ૧૬૨.
સમ્યગ્દષ્ટિને જે અવ્રતાદિ ભાવો છે તે કાંઈ કર્મની બળજરીથી નથી થયા, પણ આત્માએ પોતે સ્વયં તેને કર્યા છે. વિકાર કરવામાં ને વિકાર ટાળવામાં આત્માની જ પ્રભુતા છે, બન્નેમાં આત્મા પોતે સ્વતંત્રપણે કર્તા છે.
જુઓ, “રાગાદિરૂપે પરિણમવામાં પણ આત્મા પોતે સ્વતંત્ર પ્રભુ છે” એમ કહ્યું, તેનો અર્થ એવો નથી કે રાગ ક્રમબદ્ધ-પર્યાયમાં ભલે થયા કરે. રે ભાઈ ! શું એકલા વિકારમાં જ પરિણમવાની
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com