________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુદેવશ્રીનાં વચનામૃત ઓળખે છે તેને અનંત ભવ હોતા નથી તથા સર્વશે તેના અનંત ભવ દેખ્યા નથી. ૧૬૪.
રે જીવ! તું બાહ્ય વિષયોમાં સુખ માનીને ત્યાં જ આસક્ત થાય છે, પરંતુ “આત્મા” પણ એક વિષય છે તેને તું કેમ ભૂલી જાય છે? જેને લક્ષમાં લેતાં અતીન્દ્રિય આનંદનું વેદન થાય એવા પરમશાંત આનંદસ્વરૂપ
સ્વવિષયને છોડીને દુઃખદાયી એવા પરવિષયોમાં જ તું કાં રાચી રહ્યો છે? રે ભાઈ ! હવે તારા સ્વવિષયની સામે જો. આવા મહાન વિષયને ભૂલી ન જા. મંગલ, ઉત્તમ અને સુખદાયી એવા સ્વવિષયને છોડીને અધ્રુવ, અશરણ અને દુઃખદાયી એવા પરવિષયને કોણ આદરે? આ
વિષયમાં એકાકાર થતાં જ તને એમ થશે કે “અહો, આવો મારો આત્મા !' અને પછી આ સ્વવિષયના અતીન્દ્રિય આનંદના સ્વાદ પાસે જગતના બધા વિષયો તને અત્યન્ત તુચ્છ લાગશે. ૧૬૫.
ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરતાં દષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે ત્યારે ક્રમબદ્ધ પર્યાયનો સાચો નિર્ણય થાય છે. પર્યાયના ક્રમ સામું જોતાં ક્રમબદ્ધનો સાચો નિર્ણય થઈ શકે નહિ, જ્ઞાયક તરફ ઢળે છે ત્યારે
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com