________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુદેવશ્રીનાં વચનામૃત
જ્ઞાયકનો સાચો નિર્ણય થાય છે, એ નિર્ણયમાં અનંતો પુરુષાર્થ આવે છે. જ્ઞાન સાથે આનંદનો સ્વાદ આવે ત્યારે તેને સમ્યગ્દર્શન થયું છે. સર્વશે દેખ્યું છે તેમ થાય, પર્યાય ક્રમબદ્ધ થાય, એના નિર્ણયનું તાત્પર્ય જ્ઞાનસ્વભાવ ઉપ૨ દૃષ્ટિ કરવી એ છે. આત્મા કર્તા નથી પણ જ્ઞાતા જ છે.
૧૬૬.
૯૪
*
મારું સ્વરૂપ નિર્વિકારી છે, વીતરાગ પરમાત્મા જેવા છે તેવો હું છું-એવું નિજ શુદ્ધ સ્વરૂપનું ભાન કર્યું નહિ, તેથી પરિભ્રમણ ટળ્યું નહિ. વ્રતના પરિણામથી પુણ્ય બંધાય, અવ્રતના પરિણામથી પાપ બંધાય ને આત્માનો સ્વભાવપર્યાય પ્રગટાવે તો મોક્ષપર્યાય પ્રગટે. દયા, સત્ય વગેરે ભાવ પાપ ટાળવા માટે બરાબર છે, પણ એનાથી હળવે હળવે ધર્મ થશે-ચારિત્ર પ્રગટશે એમ માને તો તે માન્યતા ખોટી છે. આત્માની સમજણ વગર એકે ભવ ઘટે એમ નથી. ૧૬૭.
*
પરાલંબનર્દિષ્ટ તે બંધભાવ છે ને સ્વાશ્રયદષ્ટિ તે જ મુક્તિનો ભાવ છે. સ્વસન્મુખ ષ્ટિ રહેવી તેમાં જ મુક્તિ છે અને બહિર્મુખ દષ્ટિ થતાં જે વ્રત-દાન-ભક્તિના ભાવ આવે તે બધા પરાશ્રિત હોવાથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com