________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુદેવશ્રીનાં વચનામૃત વ્યવહાર માટે નિરૂપણની અપેક્ષાએ બે પ્રકારે મોક્ષમાર્ગ જાણવો. પરંતુ એક નિશ્ચયમોક્ષમાર્ગ છે તથા એક વ્યવહારમોક્ષમાર્ગ છે-એમ બે મોક્ષમાર્ગ માનવા મિથ્યા છે.
૧૭૧.
સમ્યગ્દષ્ટિ એટલે જેને આત્માના પૂર્ણ સ્વભાવનો અંદરમાં વિશ્વાસ લાવીને આત્માનું સાચું શ્રદ્ધાનસમ્યગ્દર્શન-થયું હોય તે. હું જ્ઞાન-આનંદ આદિ અનંત શક્તિઓથી ભરપૂર પદાર્થ છું-એમ પહેલાં ભરોસો આવ્યો ત્યારે અંદર આત્માનો અનુભવ થયો. પૂર્ણ સ્વભાવને ગ્રહણ કરવાથી અંદર વિશ્વાસ થાય છે. અનાદિથી જીવનો વિશ્વાસ વર્તમાન પર્યાયમાં છે; પણ એ પર્યાય જ્યાં છે ત્યાં જ પાછળ ઊંડે, એના તળિયે આખી પૂર્ણ વસ્તુ છે; અનંત અનંત અપરિમિત શક્તિઓનો તે સાગર છે. એનો જેને અંદર વિશ્વાસ આવે અને જે અંતર અનુભવમાં જાય તેને સમ્યગ્દષ્ટિ કહેવાય છે. ૧૭૨.
“હું શુદ્ધ છું-શુદ્ધ છું' એવી ધારણાથી કે એવા વિકલ્પથી પર્યાયમાં આનંદ ઝરતો નથી. પર્યાયમાં આનંદ ન ઝરે ત્યાં સુધી જ્ઞાન સાચું નથી.
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com