________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુદેવશ્રીનાં વચનામૃત
૮૯ અભ્યાસ કરે છે, વ્રત-તપ વગેરે કરે છે, તોપણ સમ્યકત્વની સન્મુખ નથી–સમ્યક્ત્વનો અધિકારી નથી; અને તત્ત્વવિચારવાળો એ વિના પણ સમ્યકત્વનો અધિકારી થાય છે. સમ્યગ્દર્શન માટે મૂળ તો તત્ત્વવિચારનો ઉધમ જ છે; માટે તત્ત્વવિચારની મુખ્યતા છે. ૧૫૭.
સ્વભાવ સિવાય બીજે કયાંય મીઠાશ રહી ગઈ હશે તો તને એ ચૈતન્યની મીઠાશમાં નહિ આવવા દે. પરની મીઠાશ તને ચૈતન્યની મીઠાશમાં વિધ્ર કરશે. માટે હે ભાઈ ! સમજીને પરની મીઠાશ છોડ. ૧૫૮.
આત્મા સમજવા માટે જેને અંતરમાં ખરેખરી ધગશ અને તાલાવેલી જાગે તેને અંતરમાં સમજણનો માર્ગ થયા વિના રહે જ નહિ. પોતાની ધગશના બળે અંતરમાં માર્ગ કરીને તે નિજ શુદ્ધાત્મસ્વરૂપને પામે જ. ૧૫૯.
વ્રત-તપ-જપથી આત્મપ્રાપ્તિ થશે–એ માન્યતા જેમ શલ્ય છે, તેમ શાસ્ત્રાભ્યાસથી આત્મા પ્રાપ્ત થશે એવી જે માન્યતા છે તે પણ શલ્ય છે.
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com