________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુદેવશ્રીનાં વચનામૃત
શુદ્ધ ચિદાનંદસ્વરૂપ નિજ આત્માની સમીપ વસવું તેને ઉપવાસ કહે છે. જ્યાં આહારત્યાગનીયે ઇચ્છા નથી, પુણ્ય-પાપની ઇચ્છા નથી ને આહારપાણી વગેરે પરપદાર્થ તરફના વલણનો સહજ ત્યાગ છે, તેને ઉપવાસ કહે છે. અજ્ઞાનીને કાંઈ ભાન નથી તેથી પુણ્ય-પાપની વૃત્તિ રોકાય કઈ રીતે? ન જ રોકાય. અકષાય સ્વભાવના ભાન વિના કદી ઉપવાસ થઈ શકતો નથી. આત્માના ભાન વિના આહારત્યાગ સ્વરૂપ જે ઉપવાસ છે તેને લાંઘણ કહી છે.
कषायविषयाहारत्यागो यत्र विधीयते। उपवासः स विज्ञेयः शेषं लंघनकं विदुः।।
–૧૪૩.
અરેરે! દેહ તો ક્ષણે ક્ષણે મૃત્યુની સન્મુખ જઈ રહ્યો છે. અવસર તો ચાલ્યો જાય છે. અંતરમાં સન્મુખતા કર્યા વિના કયાંય શાંતિ નહિ થાય. જ્ઞાની તો અંતરમાં નિજ સ્વભાવને ગ્રહીને શિવચાલ ચાલે છે; પોતે પોતામાં મોક્ષમાર્ગને સાધે છે. ૧૪૪.
આત્મા પોતે વિકાર કરે અને દોષ નાખે કર્મ ઉપર, તો તે પ્રમાદી થઈને મિથ્યાદષ્ટિ રહે છે. પં બનારસીદાસજીએ કહ્યું છે: “બે દ્રવ્ય ભેગાં થઈને એક
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com