________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુદેવશ્રીનાં વચનામૃત
૮૫
આવો ઉત્તમ યોગ ફરી કયારે મળશે? નિગોદમાંથી નીકળીને ત્રસપણે પામવું એ ચિંતામણિ તુલ્ય દુર્લભ છે, તો મનુષ્યપણું પામવું, જૈનધર્મ મળવો એ તો મહા દુર્લભ છે. પૈસો ને આબરૂ મળવાં એ દુર્લભ નથી. આવો ઉત્તમ યોગ મળ્યો છે તે લાંબો કાળ નહિ રહે, માટે વિજળીના ઝબકારે મોતી પરોવી લેવા જેવું છે. આવો યોગ ફરીને કયારે મળશે? માટે તું દુનિયાનાં માન-સન્માન ને પૈસાનો મહિમા છોડીને, દુનિયા શું કહેશે તેનું લક્ષ છોડીને, મિથ્યાત્વને છોડવા એક વાર મરણિયો પ્રયત્ન કર. ૧૫૧.
જેમ લૌકિકમાં મોસાળના ગામના કોઈ મોટા માણસને “મામો' કહે છે પણ તે સાચો મામો નથી, કહેવામાત્ર-કહેણો મામો_છે; તેમ જેને આત્માની શ્રદ્ધા, જ્ઞાન ને રમણતારૂપ નિશ્ચય “ધર્મ” પ્રગટયો હોય તે જીવના દયાદાનાદિના શુભરાગને “કહેણા મામાની જેમ વ્યવહારે “ધર્મ' કહેવાય છે. એમ “ધર્મ'ના કથનનાં નિશ્ચય-વ્યવહાર એ બન્ને પડખાં જાણવાં તેનું નામ બન્ને નયોનું ગ્રહણ કરવું” કહ્યું છે. ત્યાં વ્યવહારને અંગીકાર કરવાની વાત નથી. “ઘીનો ઘડો” કહેતાં ઘડો ઘીનો નથી
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com