________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુદેવશ્રીનાં વચનામૃત
૮૩
પરિણામ કરે નહિ અને બે પરિણામ એક દ્રવ્યથી થાય નહિ. માટે કર્મના કારણે દોષ થાય છે એમ માનવું નહિ. ૧૪૫.
સંસાર ને પુણ્ય-પાપ આત્મા વિના થતાં નથી; જડકર્મ કે શરીરમાં એ ભાવો નથી, માટે આત્મામાં એ ભાવો થાય છે એમ માનવું. પણ રાગાદિ ભાવોનું નિમિત્ત કર્મોને જ માની પોતાને રાગાદિનો અકર્તા માને છે, તે પોતે કર્તા હોવા છતાં પોતાને અકર્તા માની, નિરાધમી બની, પ્રમાદી રહેવું છે તેથી જ કર્મોનો દોષ ઠરાવે છે. પરંતુ એ તેનો દુઃખદાયક ભ્રમ છે. ૧૪૬.
આ મનુષ્ય-અવતાર પામીને જો ભવના અંતના ભણકાર અંદરમાં ન જગાડયા તો જીવન શા કામનું? જેણે જીવનમાં ભવથી છૂટવાનો ઉપાય ન કર્યો તેના જીવનમાં ને કીડા-કાગડાના જીવનમાં શો ફેર છે? સત્સમાગમ અંતરના ઉલ્લાસપૂર્વક ચિદાનંદસ્વભાવનું શ્રવણ કરીને, તેની પ્રતીતિ કરતાં જ તારા આત્મામાં ભવ-અંતના ભણકારા આવી જશે. માટે ભાઈ! ભવભ્રમણના અંતનો આ ઉપાય સત્સમાગમ શીઘ કર. ૧૪૭.
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com