________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮)
ગુરુદેવશ્રીનાં વચનામૃત
આલંબને તે અંદર સ્વરૂપસ્થિરતા વધારતો જાય છે, પણ
જ્યાં સુધી અધૂરો છે, પુરુષાર્થ મંદ છે, શુદ્ધસ્વરૂપમાં પૂર્ણપણે કરી શકતો નથી, ત્યાં સુધી શુભ પરિણામમાં જોડાય છે, પરંતુ તેને તે આદરણીય માનતો નથી; સ્વભાવમાં તેની “નાસ્તિ” છે તેથી દષ્ટિ તેનો નિષેધ કરે છે. જ્ઞાનીને ક્ષણે ક્ષણે એ ભાવના હોય છે કે આ ક્ષણે પૂર્ણ વીતરાગ થવાતું હોય તો આ શુભ પરિણામ પણ જોઈતા નથી, પણ અધૂરાશને કારણે તે ભાવો આવ્યા વગર રહેતા નથી. ૧૩૮.
શુભ પરિણામ પણ ધર્મીને આફતરૂપ અને બોજારૂપ લાગે છે, તેનાથી પણ તે છૂટવા જ માગે છે, પરંતુ તે આવ્યા વગર રહેતા નથી. તે ભાવો આવે છે તોપણ તે સ્વરૂપમાં ઠરવાનો જ ઉધમી રહે છે. કોઈ કોઈ વાર બુદ્ધિપૂર્વકના બધા વિકલ્પો છૂટી જાય છે અને સ્વરૂપમાં સહજ ઠરી જાય છે તે વખતે સિદ્ધભગવાન જેવો અંશ અનુભવ કરે છે; પરંતુ ત્યાં કામ કરી શકતો નથી તેથી શુભ પરિણામમાં જોડાય છે. ૧૩૯.
એક નયનો સર્વથા પક્ષ ગ્રહણ કરે તો તે મિથ્યાત્વ સાથે મળેલો રાગ છે ને પ્રયોજનના વિશે
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com