________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુદેવશ્રીનાં વચનામૃત જ્ઞાનસ્વભાવ સ્વ-પરપ્રકાશક છે. તે પરને જાણે તે કાંઈ આસ્રવ-બંધનું કારણ નથી, છતાં અજ્ઞાની “પરનો વિચાર કરશું તો આસ્રવ-બંધ થશે' એમ માનીને પરના વિચારથી દૂર રહેવા માગે છે તેની તે માન્યતા જઠી છે. હા, ચૈતન્યના ધ્યાનમાં એકાગ્ર થઈ ગયો હોય તો પરદ્રવ્યનું ચિંતવન છૂટી જાય; પણ અજ્ઞાની તો “પરને જાણનાર જ્ઞાનનો ઉપયોગ જ બંધનું કારણ છે” એમ માને છે. જેટલો અકષાય વીતરાગભાવ થયો તેટલાં સંવર-નિર્જરા છે, અને જેટલા રાગાદિભાવ છે તેટલા આસ્રવ-બંધ છે. જો પરનું જ્ઞાન બંધનું કારણ હોય તો કેવળીભગવાન તો સમસ્ત પદાર્થોને જાણે છે, છતાં તેમને બંધન જરા પણ થતું નથી. તેમને રાગદ્વેષ નથી માટે બંધન નથી. તે જ પ્રમાણે બધા જીવોને જ્ઞાન બંધનું કારણ નથી. ૧૨૪.
તત્ત્વજ્ઞાન થતાં આત્માની દૃષ્ટિ થઈ, “સંયોગમાં અનુકૂળતા-પ્રતિકૂળતા છે” એવી દષ્ટિ છૂટી ગઈ, અને આસ્રવની ભાવના છૂટી ગઈ, તેને આત્મામાં લીનતા થતાં ઇચ્છાઓનો જે નિરોધ થાય છે, તે તપ છે. ૧૨૫.
આત્મા પામવા માટે (ગુગમે) શાસ્ત્રનો
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com