________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુદેવશ્રીનાં વચનામૃત
માટે વચનનો બકવાદ ને વિકલ્પોની જાળ છોડીને, વિકલ્પથી જુદી એવી જ્ઞાનચેતના વડે શુદ્ધ પરમાત્માના અનુભવનો અભ્યાસ કરવો તે જ ઇષ્ટ છે, તે જ મોક્ષનો પંથ છે, તે જ પરમાર્થ છે. આત્માનો જેટલો અનુભવ છે તેટલો જ પ૨માર્થ છે, બીજું કાંઈ ૫૨માર્થ નથી એટલે કે મોક્ષનું કારણ નથી. પં બનારસીદાસજીએ કહ્યું છે ને !–
૭૬
शुद्धातम अनुभौ क्रिया, शुद्ध ज्ञान दृग दौर । मुकति-पंथ साधन यहै, वागजाल सब और ।।
શુદ્ધાત્માના અનુભવરૂપ જે ક્રિયા છે તે જ શુદ્ધ જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે, તે જ મોક્ષપંથ છે, તે જ મોક્ષનું સાધન છે. એ સિવાય બધી વિકલ્પજાળ છે. જેને આવા આત્માનો અનુભવ કરતાં આવડયું તેને બધું આવડી ગયું. ૧૩૦.
*
નિજ સ્વરૂપનો ઉપયોગ તે સુખ છે; તે આબાલગોપાલ કરી શકે છે. એ વિના શાંતિનો બીજો કોઈ ઉપાય નથી. ૧૩૧.
તત્ત્વના આદરમાં સિદ્ધગતિ છે ને તત્ત્વના અનાદરમાં નિગોદગતિ છે. સિદ્ધગતિમાં જતાં વચ્ચે એકાદ બે ભવ થાય તેની ગણતરી નથી; અને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com