________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુદેવશ્રીનાં વચનામૃત
કોઈ અન્ય માટે અવતાર લેતા નથી. ૧૧૯.
૭૧
*
શુદ્ધતાને અશુદ્ધતા બન્ને હોવા છતાં જો શુદ્ધસ્વભાવ ઉપર દષ્ટિ નહિ કરે તો અશુદ્ધતાને જાણશે કોણ ? ઉપાદાન ને નિમિત્ત બન્ને હોવા છતાં, ઉપાદાન તરફ વળ્યા વગર નિમિત્તનું યથાર્થ જ્ઞાન કરશે કોણ ? શુદ્ધસ્વભાવ ને રાગ, અથવા નિશ્ચય અને વ્યવહાર–બન્ને હોવા છતાં, નિશ્ચય દ્રવ્યસ્વભાવ તરફ દષ્ટિ કર્યા વગર વ્યવહાર કહેશે કોણ ? નિર્મળ જ્ઞાયકસ્વભાવ તરફના વલણ વગર સ્વ-૫૨ને જાણવાનો વિવેક ઊઘડશે નહિ. અભેદ સ્વભાવ તરફ ઢળવું તે જ અનેકાન્તનું પ્રયોજન છે. ૧૨૦.
*
ઘણા એમ માને છે કે આત્મા તો બુદ્ધિપૂર્વક પુરુષાર્થ કરે પણ કર્મ નાશ થાય કે ન પણ થાય; પરંતુ એમ નથી. આત્મા પુરુષાર્થ કરે અને કર્મનો નાશ ન થાય એમ બને જ નહિ; અને આત્માએ પુરુષાર્થ કર્યો છે માટે પુરુષાર્થથી કર્મનો નાશ થયો છે–એમ પણ નથી. આત્માનો સમ્યગ્દર્શનનો કાળ છે તે વખતે દર્શનમોહનીયના નાશ વગેરેનો કાળ છે, જ્ઞાનના ઉઘાડનો કાળ છે તે વખતે જ્ઞાનાવરણીયના ક્ષયોપશમનો કાળ છે અને રાગાદિના અભાવનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com