________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુદેવશ્રીનાં વચનામૃત ૬૯ અને મોક્ષની નિર્મળપર્યાય પ્રગટ થઈ તે આત્માનું કાર્ય છે. ૧૧૩.
ધ્રુવની કિંમત વધુ છે. આનંદની પર્યાય તો એક સમયની છે ને ધ્રુવમાં તો આનંદના ઢગલા ભર્યા છે. ૧૧૪.
અહો ! આ મનુષ્યપણામાં આવા પરમાત્મસ્વરૂપનો આદર કરવો એ જીવનની કોઈ ધન્ય પળ છે. આત્મા જ્ઞાનસ્વરૂપ છે, જ્ઞાયક જ છે, તે એને ખ્યાલમાં આવે, ગમે તેવા પ્રસંગમાં પણ હું જ્ઞાયક છું... જ્ઞાયક છું એમ ભાસમાં આવે, શાયકનું લક્ષ રહે તો તે તરફ ઢળ્યા જ કરે. ૧૧૫.
સર્વજ્ઞ ભગવાને કહેલું સત્ય સાંભળવા માગતો હો તો જેવા પરમાત્મા પૂર્ણ પવિત્ર છે તેવો તું પણ છો તેની
હા” પાડ; “ના” પાડીશ નહિ. “હા માંથી “હું” આવશે; પૂર્ણનો આદર કરનાર પૂર્ણ થઈ જશે. ૧૧૬.
દેવાધિદેવ સર્વજ્ઞ તીર્થકર ભગવાનનું પ્રવચન નિર્દોષ હોય છે. સહજ વાણી ઊઠે છે, “ઉપદેશ આપું'
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com