________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૭
ગુરુદેવશ્રીનાં વચનામૃત જૈનધર્મની મહત્તા એ છે કે મોક્ષના કારણભૂત સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર વગેરે શુદ્ધ ભાવની પ્રાપ્તિ તેમાં જ થાય છે. એનાથી જ જૈનધર્મની શ્રેષ્ઠતા છે. માટે હે જીવ! આવા શુદ્ધભાવ વડે જ જૈનધર્મનો મહિમા જાણીને તું તેને અંગીકાર કર, અને રાગને –પુણ્યને ધર્મ ન માન. જૈનધર્મમાં તો સર્વજ્ઞ ભગવાને એમ કહ્યું છે કે પુણ્યને જે ધર્મ માને છે તે કેવળ ભોગને જ ઇચ્છે છે, કેમ કે પુણ્યના ફળમાં તો સ્વર્ગાદિના ભોગની જ પ્રાપ્તિ થાય છે; તેથી જેને પુણ્યની ભાવના છે તેને ભોગની જ એટલે કે સંસારની જ ભાવના છે, પણ મોક્ષની ભાવના નથી. ૧૦૮.
પર્યાયદષ્ટિ કાઢી નાખી ને દ્રવ્યદષ્ટિ પ્રગટ કરી તે બીજાને પણ દ્રવ્યદષ્ટિએ પૂર્ણાનંદ પ્રભુ જ જુએ છે. પર્યાયનું જ્ઞાન કરે, પણ આદરણીય તરીકે-દષ્ટિના આશ્રયરૂપે-તો તેને ત્રિકાળી ધ્રુવ શુદ્ધ દ્રવ્ય જ છે. ૧૦૯.
પરમપરિણામિક ભાવ છું, કારણપરમાત્મા છું, કારણજીવ છું, શુદ્ધોપયોગોડવું, નિર્વિકલ્પોડહં. ૧૧૦.
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com