________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુદેવશ્રીનાં વચનામૃત
૬૫ પણ એ તો જડની શીતળતા જડરૂપ છે. આ શાંત-શાંતશાંત ચૈતન્યચંદ્રની શીતળતા તો અતીન્દ્રિય શાંતિમય છે, એકલું શાંતિનું ઢીમ છે. તેને શાંતિનું ઢીમ કહો કે જ્ઞાનનું ઢીમ કહો—બન્ને એક જ છે. માટે જેટલું આ જ્ઞાન છે તેટલો જ પરમાર્થ આત્મા છે એમ નિશ્ચય કરીને તેમાં જ પ્રીતિવંત બન. ૧૦૪.
અહો ! આ તો વીતરાગ શાસન છે. રાગથી ધર્મ થાય ને વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય પ્રગટે એ બધો વીતરાગમાર્ગ નથી. ભગવાન આત્મા વીતરાગસ્વરૂપ છે, ને તેના આશ્રયે જે વીતરાગ દશા થાય એ જ ધર્મ છે. શુભરાગ હો કે અશુભ-બન્ને પરના આશ્રયે થાય છે,
સ્વયં અપવિત્ર છે અને દુઃખરૂપ છે; માટે તે ધર્મ નથી. રાગથી ભિન્ન પડતાં તો અંદર આત્મામાં જવાય છે, તો પછી એનાથી લાભ થાય એ કેમ બને? બાપુ! માર્ગ આકરો છે. વ્યવહારથી નિશ્ચય કદીય ન થાય અને નિમિત્તથી ઉપાદાનમાં કદીય કાર્ય ન થાય. આવું જ વસ્તુ સ્વરૂપ છે. ૧૦૫.
દષ્ટિનો વિષય દ્રવ્યસ્વભાવ છે, તેમાં તો
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com