________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુદેવશ્રીનાં વચનામૃત
અશુદ્ધતાની ઉત્પત્તિ છે જ નહિ. સમકિતીને એકેય અપેક્ષાએ અનંત સંસારનું કારણ એવાં મિથ્યાત્વ ને અનંતાનુબંધી કષાયનો બંધ નથી; પણ એના ઉપ૨થી કોઈ એમ જ માની લે કે એને જરીયે વિભાવ તેમ જ બંધ નથી જ, તો તે એકાન્ત છે. અંદરમાં શુદ્ધ સ્વરૂપની દિષ્ટ અને અનુભવ હોવા છતાં હજુ આસક્તિ છે તે દુઃખરૂપ લાગે છે. રુચિ ને ષ્ટિ અપેક્ષાએ ભગવાન આત્મા તો અમૃતસ્વરૂપ આનંદનો સાગર છે, એના નમૂનાના વેદન આગળ શુભ ને અશુભ બન્ને રાગ દુઃખરૂપ લાગે છે, અભિપ્રાયમાં ઝેર ને કાળો સર્પ લાગે છે. ૧૦૬.
૬૬
*
જીવ એકલો આવ્યો, એકલો રહે છે અને એકલો જાય છે; તે એકલો જ છે, તેને જગત સાથે શો સંબંધ છે? ભાઈ! આ શરીરના રજકણ અહીં પડયા રહેશે અને આ મકાન-મહેલ પણ બધાં પડયાં રહેશે. એમાંની કોઈ ચીજ તારા સ્વરૂપમાં નથી, એ બધી જીવસ્વરૂપથી ભિન્ન છે. પ્રભુ! તું તેમના મોહપાશમાંથી નીકળી જા. હવે લુંટાવાનું રહેવા દે. તું તારા એકત્વવિભક્તપણાને પામી એકલો નિજાનંદને ભોગવ. ૧૦૭.
*
Please inform us of any errors on rajesh@AtmaDharma.com