________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૭] વિ. સં. ૧૯૯૪માં શ્રી જૈન સ્વાધ્યાયમંદિર, ૧૯૯૭માં શ્રી સીમંધરસ્વામીનું દિગંબર જિનમંદિર, ૧૯૯૮માં શ્રી સમવસરણમંદિર, ૨૦૦૩માં શ્રી કુંદકુંદપ્રવચનમંડપ, ૨OO૯માં શ્રી માનસ્તંભ, ૨૦૩૦માં શ્રી મહાવીર-કુંદકુંદ દિગંબર જૈન પરમાગમમંદિર વગેરે ભવ્ય ધર્માયતનો નિર્મિત થયાં. દેશવિદેશમાં વસનારા જિજ્ઞાસુઓ પૂજ્ય ગુરુદેવશ્રીના અધ્યાત્મતત્ત્વોપદેશથી નિયમિત લાભાન્વિત થાય તે માટે ગુજરાતી તેમ જ હિન્દી “આત્મધર્મ' માસિક પત્રનું પ્રકાશન શરૂ થયું. વચ્ચે થોડાં વર્ષો સુધી “સદ્ગપ્રવચનપ્રસાદ” નામનું દૈનિક પ્રવચનપત્ર પણ પ્રકાશિત થતું હતું. તદુપરાંત સમયસાર, પ્રવચનસાર વગેરે અનેક મૂળ શાસ્ત્રો તથા વિવિધ પ્રવચનગ્રંથો ઇત્યાદિ અધ્યાત્મસાહિત્યનું વિપુલ પ્રમાણમાં–લાખોની સંખ્યામાં-પ્રકાશન થયું. હજારો પ્રવચનો ટેઈપ-રેકોર્ડ કરવામાં આવ્યાં. આમ પૂજ્ય ગુરુદેવનો અધ્યાત્મઉપદેશ મુમુક્ષુઓના ઘરે ઘરે ગુંજતો થયો. દર વર્ષે ઉનાળાની રજાઓમાં વિદ્યાર્થીઓ માટે અને શ્રાવણમાસમાં પ્રૌઢ ગૃહસ્થો માટે ધાર્મિક શિક્ષણવર્ગ ચલાવવામાં આવતો હતો અને હજુ પણ ચલાવવામાં આવે છે. આ રીતે સોનગઢ પૂજ્ય ગુરુદેવના પરમ પ્રતાપે બહુમુખી ધર્મપ્રભાવનાનું પવિત્ર કેન્દ્ર બની ગયું.
પૂજ્ય ગુરુદેવના પુનિત પ્રભાવથી સૌરાષ્ટ્ર-ગુજરાત તેમ જ ભારતવર્ષના અન્ય પ્રાન્તોમાં સ્વાનુભૂતિપ્રધાન વીતરાગ દિગંબર જૈનધર્મના પ્રચારનું એક અદ્ભુત અમિટ આંદોલન પ્રસરી ગયું, જે મંગળ કાર્ય ભગવાન કુંદકુંદાચાર્યદવે ગિરનાર પર વાદ પ્રસંગે કર્યું હતું તે પ્રકારનું, સ્વાનુભવપ્રધાન દિગંબર જૈનધર્મની સનાતન સત્યતાની પ્રસિદ્ધિનું ગૌરવપૂર્ણ મહાન કાર્ય અહા ! પૂજ્ય ગુરુદેવે શ્વેતાંબરબહુલ પ્રદેશમાં રહી, પોતાના સ્વાનુભવમુદ્રિત સમ્યકત્વ પ્રધાન સદુપદેશ દ્વારા હજારો સ્થાનકવાસી
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com