________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુદેવશ્રીનાં વચનામૃત
જાદું જ કામ કરતી હોય છે. સંયોગદષ્ટિથી જુએ તેને સ્વભાવ ન સમજાય. ધર્મીની દષ્ટિ સંયોગ ઉપર નહિ પણ આત્માનો સ્વપર-પ્રકાશક સ્વભાવ શું છે તેના ઉપર હોય છે. એવી દષ્ટિવાળા ધર્માત્માનું આંતરિક જીવન અંતરની દષ્ટિથી સમજાય એવું છે, બાહ્ય સંયોગ ઉપરથી તેનું માપ થતું નથી. ૭૬.
જ્ઞાયકસ્વભાવ લક્ષમાં આવે ત્યારે ક્રમબદ્ધ પર્યાય યથાર્થ સમજમાં આવી શકે છે. જે જીવ પાત્ર થઈને પોતાના આત્મહિત માટે સમજવા માગે છે તેને આ વાત યથાર્થ સમજમાં આવી રહે છે. જેને જ્ઞાયકની શ્રદ્ધા નથી, સર્વજ્ઞની શ્રદ્ધા નથી, સર્વજ્ઞની પ્રતીત નથી, અંદરમાં વૈરાગ્ય નથી અને કષાયની મંદતા પણ નથી એવો જીવ તો જ્ઞાયકસ્વભાવના નિર્ણયનો પુરુષાર્થ છોડીને ક્રમબદ્ધના નામે સ્વછંદતાનું પોષણ કરે છે. જે જીવ ક્રમબદ્ધ પર્યાયને યથાર્થરૂપે સમજે છે તેને સ્વછંદતા થઈ શકે જ નહિ. ક્રમબદ્ધને યથાર્થ સમજે તે જીવ તો જ્ઞાયક થઈ જાય છે, તેને કર્તુત્વના ઉછાળા શમી જાય છે ને પરદ્રવ્યનો અને રાગનો અકર્તા થઈ જ્ઞાયકમાં એકાગ્ર થતો જાય છે. ૭૭.
મરણનો સમય આવશે તે કાંઈ પૂછીને નહિ
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com