________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
४८
ગુરુદેવશ્રીનાં વચનામૃત પણ કાંઈ અમૃત નથી પણ ઝેર છે. માટે તેનાથી પણ ભિન્ન જ્ઞાનાનંદસ્વરૂપ આત્માને શ્રદ્ધામાં લઈને તેના
સ્વાનુભવરૂપી અમૃતનું પાન કર. અહા! શ્રીગુરુ વત્સલતાથી ચૈતન્યના પ્રેમરસનો પ્યાલો પિવડાવે છે. વીતરાગની વાણી આત્માનો પરમશાંતરસ દેખાડનારી છે. આવા વીતરાગી શાંત ચૈતન્યરસનો અનુભવ તે ભાવશુદ્ધિ છે. તેના વડે જ ત્રણ લોકમાં સૌથી ઉત્તમ પરમઆનંદસ્વરૂપ સિદ્ધપદ પમાય છે. ૭૪.
અહો ધન્ય એ મુનિદશા! મુનિરાજ કહે છે કે અમે તો ચિદાનંદસ્વભાવમાં ઝૂલનારા છીએ; અમે આ સંસારનો ભોગ ખાતર અવતર્યા નથી. અમે આ સંસારના ભોગ ખાતર અવતર્યા નથી. અમે હવે અમારા આત્મસ્વભાવમાં વળીએ છીએ. હવે અમારે સ્વરૂપમાં ઠરવાનાં ટાણાં આવ્યાં છે. અંતરના આનંદ-કંદસ્વભાવની શ્રદ્ધા સહિત તેમાં રમણતા કરવા લાગ્યા તે ભાવમાં હવે ભંગ પડવાનો નથી. અનંતા તીર્થકરો જે પંથે વિચર્યા તે જ પંથના અમે ચાલનારા છીએ. ૭૫.
જ્ઞાનીનું આંતરિક જીવન સમજવા અંતરની પાત્રતા જોઈએ. પૂર્વ પ્રારબ્ધના યોગે બાહ્ય સંયોગમાં ઊભા હોવા છતાં ધર્માત્માની પરિણતિ અંદર કંઈક
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com